
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો.
તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.