
ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે મહિના ઓગષ્ટ અને જુલાઈમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો કરી, રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.૯૮.૭૨/- લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે.
ભુસ્તરશાસ્ત્રીની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી, લીઝોનું ઇન્સ્પેક્શન સહિતની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.