The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

0
આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તા.19મીને મંગળવારે સાંજે 6.07 કલાકે પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સમસ્ત ચતુર્વિધ સંઘ સાથે નવકાર મંત્રની સમૂહ ધૂન સાથે અમદાવાદ મુકામે સાબરમતી (રામનગર) ઉપાશ્રયમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
તા. 20મીને બુધવારે સવારે 8 કલાકે કંકુબાઈ બેડાવાળા આયંબિલખાતા સાબરમતી (રામનગર)માં ૫રમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા, ૫રમ પૂજ્ય આચાર્યદેવ શ્રી ઉદયકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા, ૫રમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વીતરાગયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રવચન બાદ ગચ્છાધિપતિશ્રીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કાર સંબંધી ચઢાવા શરૂ થશે. ત્યારબાદ 11 કલાકે પાલખીયાત્રા શ્રી સાબરમતી (રામનગર) આયંબિલખાતાથી પ્રારંભ થઈને ચીમનભાઇ પટેલ બ્રિજથી ડાબી બાજુ સુભાષબ્રિજ તરફ થઇ બત્રીસી હોલ થઇ ગાંધી આશ્રમ રોડ – વાડજથી શ્રી વિક્રમતીર્થ (સંસ્કૃતિ ભવન – શાંતિનગર) થઇ નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ – સોલાર હોસ્પિટલથી સૂર્યકુટિર – દિવ્યપથ સ્કૂલ થઈ શ્રી લબ્ધિ-વિક્રમ નગર (સોલારોડ) પધારશે. ૫.પૂ. ગચ્છાધિપતિનાં અંતિમ સંસ્કાર શ્રી સોલારોડ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી લબ્ધિ-વિક્રમનગર (સોલારોડ)માં બપોરે 2.30 કલાકે થશે. શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજા સાહેબનું સંસારી નામ રમેશકુમાર જેઓ નડિયાદના વતની હતા. જેમના સંસારી માતૃશ્રી સુભદ્રાબેન તથા સંસારી પિતાશ્રી જિનદાસભાઈના સંતાન હતા. જેમનો દીક્ષા દિવસ મહા વદ પાંચમ તથા દીક્ષા પર્યાય 62 વર્ષનો રહ્યો. જેમના દીક્ષા દાતા પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ સાહેબ હતા. જેમના આચાર્ય પદ દાતા પૂજ્ય આચાર્ય દેવ શ્રી નવીન સુરીશ્વરજી મહારાજ સાહેબ હતા જેમને ગચ્છાધિપતિ પદવી મહા સુદ ચોથના દિવસે અપાઈ હતી. જેવો 82 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!