
ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ તરફ જતા મુખ્ય માર્ગ પર રેલવે ફાટક પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર બે ટ્રક વચ્ચે ફસાઈ જતા ભયાનક ધડાકો થયો. બનાવની ગંભીરતા છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન થતા હાશકારો અનુભવાયો હતો.
ઘટનાની વિગતો અનુસાર, ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ તરફ રેલવે ફાટક નજીક આગળ ચાલી રહેલી ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી ટ્રકના ચાલ્કે સ્ટીયરીંગ પર્નો કાબુ ગુમાવતા બે ટ્રક વચ્ચે જતી એક કારને જોરદાર ટક્કર મારતા આ ટક્કરની અસરથી કાર આગળની ટ્રકમાં અથડાઈ હતી જેથી કાર બંનેવ ટ્રકની વચ્ચે સેન્ડવીચની જેમ પીસાઈ હતી.આ અકસ્માત દરમ્યાન કારમાં બેઠેલા વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.ઘટનાની જાણ અને ઘડાકાના અવાજના પગલે સ્થાનિક લોકો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.જોકે આ ઘટના બાદ રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસ દ્વારા ઝડપી યથાવત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનામાં કોઇ જાન હાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.