
ભરૂચ શહેર ખુશ્બુ પાર્ક સોસાયટીના રહેણાક મકાનમાંથી શંકાસ્પદ કોપર વાયર કુલ વજન 2210 કિ.ગ્રા સહીત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 22.11 લાખના સાથે ત્રણ ઇસમોને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઝડપી પાડ્યા હતા.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાચના પીએસઆઇ ડી.એ.તુવર અને તેમની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે “ભરુચ શહેર ખુશ્બુ પાર્ક સોસાયટીમા મકાન નં-90 માં શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો સંતાડી રાખ્યો છે ” જે બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા દરોડો પાડતા ઉપરોક્ત બાતમી વાળા ઘરેથી મકાન માલીક સહીત બે ઇસમો મળી આવેલા અને ઘરમાં તપાસ કરતા કોપર વાયર કુલ વજન 2210 કિ.ગ્રા.નો મળી આવ્યો હતો.
આ અંગે પકડાયેલા ઇરફાન ઇકબાલ પઠાણ,રાજમન બુધારામ મોર્ય અને રોહીત ભીખુ પ્રજાપતી પાસે બિલ કે કોપર વાયરનો જથ્થો ધારણ કરવા બાબતે રજુ કરવા જણાવતા તેઓ રજુ કરી નહી શક્યા હતા. જેથી મળી આવેલા કોપર વાયરને શંસ્કાસ્પદ ગણી તેઓની સઘન પુછપરછ હાથ ધરતા કેફીયત આપેલ કે,આ શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો આમેના પાર્કમા રહેતો મોહંમદ અયાઝ અબ્દુલ હક્ક શેખનાએ મુકાવેલો અને તે ચોરી છુપીથી રાતના સમયે તુટક તુટક વેચાણ કરતો હતો અને આ જથ્થો ઘરમા રાખવા પેટે પોતાને માસીક વળતર આપતો હોવાની હકીકત જણાવી હતી.જેથી પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા 2023 ની સલંગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી
કોપર વાયર છોલવાનુ કટર અને કોપર વાયરના મળીને કુલ રૂ.22,11,000 નો મુદ્દામાલ કબ્જે કરી મોહંમદ અયાઝ અબ્દુલ હક્કને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ અર્થે બી ડિવિઝન પોલીસમાં સોંપવામાં આવ્યા છે.