અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગતા વાતાવરણ સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું.
અંકલેશ્વરમાં નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જાવા પામી હતી. આ ઘટનામાં અંકલેશ્વર DPMC ,પાનોલી નોટીફાયર અને અંકલેશ્વર નગરપાલિકાના પાંચ ફાયર ટેન્ડરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. એ ઘટનાના પગલે અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવ સંદર્ભે પોલીસ ચોપડે નોંધ કરી આગ લાગવાના કારણની તપાસ પણ હાલ શરૂ કરવામાં આવી છે. જોકે આ આગની ઘટનાનું ખરૂં કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે ચિંતા ઉભી કરી રહી છે.