ભરૂચ તાલુકામાંથી પસાર થતી ભુખી ખાડીમાં ઉપરવાસમાંથી પાણીનો આવક વધતાં સેગવા, સિતપોણ, કરગટ, કહાન, વરેડિયા,પરિએજ સહિતના ગામોમાં ખાડીના પાણી ફરી વળ્યાં છે. સેગવા તેમજ સિતપોણ ગામમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં 150 જેટલાં લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અસરગ્રસ્તોને ગામની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યાં છે.
ભરૂચ ટીડીઓ હાર્દિક રાઠોડના જણાવ્યાનુસાર લોકજાગૃતિથી કોઇ પણ જાનહાનિ નથી થવા પામી.તેમણે વધુમાં જણાવ્યું કે ભુખીખાડીમાં પાણીનો આવરો વધ્યો છે. તમામ ટીમોને એલર્ટ કરી લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે. જોકે, લોકજાગૃતિના કારણે કોઇ પણ જાનહાનિની ઘટના બની નથી.