ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વર્લ્ડ યુથ સ્કીલ ડે’’ ની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતમાં સ્કીલ તાલીમની જરૂરિયાત અને મહત્વ વિષે નિયામક ઝયનુલ આબેદિન સૈયદે તાલીમાર્થીઓને જણાવ્યું કે આજનાં યુગમાં કૌશલ્યનું ખુબ મહત્વ છે. શૈક્ષણીક લાયકાત સાથે વ્યવસાયીક કુશલતા પ્રાપ્ત કરવી ખૂબ જરૂરી છે. જેએસએસ ભરૂચ આ દિશામાં આયોજન બદ્ધ રીતે કૌશલ્યની તાલીમ પૂરી પાડે છે અને વડાપ્રધાનનાં “કૌશલ ભારત કુશલ ભારત” નાં સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું અને વધુમાં વધુ તાલીમાર્થીઓ સ્કીલ તાલીમ પ્રાપ્ત કરે તેવી અપીલ કરી હતી.
તાલીમાર્થી બહેનોએ સ્કીલ અંગેની તેમની સમજ અંગે પોતપોતાના પ્રતીભાવ આપ્યા હતા. કાર્યક્રમના અંતે ફિલ્ડ અને લાઈવલીહૂડ કો ઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સમાપન કર્યો હતો.