આમોદ નગરમાં આવેલો પેટ્રોલ પંપ હંમેશા વિવાદોના વમળોમાં રહ્યો છે.આમોદમાં આવેલા સૃહદમ પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસ પણ વેંચાણ કરવામાં આવે છે.જેમાં આમોદ નગર સહિત હજારોની સંખ્યામાં ગેસકીટ વાહન ચાલકો ગેસ પુરાવે છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા સીએનજી ગેસના વધુ રૂપિયા પડાવી લેવા આવે છે.એટલે કે રીક્ષાના ગેસ સિલિન્ડરની કેપેસિટી માત્ર ચાર કિલોની છે જે કંપની ફિટિંગ છે.છતાં આજ સિલિન્ડરમાં પાંચ કિલો ગેસ કેવી રીતે જાય તે કોઈને સમજાતું નથી.

જેથી ગેસ પંપના સંચાલક સામે અનેક શંકાઓ ઉભી થઇ છે.અનેક રીક્ષા ચાલકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે.એટલે કે રીક્ષા ચાલક પાસેથી પેટ્રોલ પંપ સંચાલક દ્વારા પાંચ કિલો ગેસના રૂપિયા વસૂલ કરવામાં આવે છે.પરંતુ રીક્ષા ચાલકોને તે પ્રમાણે એવરેજ મળતી નથી અને ચાર કિલો ગેસની જ એવરેજ મળે છે.જેથી રીક્ષા ચાલકો પોતે છેતરાયા હોવાની અનુભૂતિ થતાં તેઓએ આમોદ મામલતદારને લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી છે.

આમોદમાં સૃહદમ પેટ્રોલપંપ હંમેશા વિવાદમાં રહ્યો છે.અગાઉ પણ આ પેટ્રોલ પંપ બે વખત સીલ કરવામાં આવ્યો હતો.અગાઉ આ જ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ બાબતે પેટ્રોલ પંપ સંચાલકે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે ગેસ જાડો આવતો હોવાથી ગેસ વધુ જાય છે.અને ગેસ પંપ ઉપર પણ ગેસ જાડો આવતો હોવાની સૂચના મારી હતી.પરંતુ મીડિયા સમક્ષ બોલવાની ધરાર ના પાડી હતી.

  • રિપોર્ટર: વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here