જંબુસર તાલુકાના કનગામ ખાતે જ્યાં વણકર સમાજના બાપ દાદા ના સમયનું સ્મશાન આવેલું છે. જ્યાં જતન કરી ને બચાવેલા વૃક્ષો,દેશી બાવળો આવેલા છે. જે વૃક્ષોની નીચે અંતિમ ક્રિયા કરવા આવેલા લોકો તાપ,તડકામાં બેસે છે.જેને કાપવામાટે સામાજિક વનીકરણ વિભાગની કચેરી જંબુસર તા ૧૬/૧૨/૨૦૨૨ ના રોજ મજુર ને વૃક્ષો કાપવા માટે મોકલી આપેલ હતા. જ્યાં સ્થાનિક સમાજના લોકોએ તેમને રોક્યા હતા અને પાછા મોકલ્યા હતા. બીજા દિવસે આર.એફ.ઓ અને તેમની ટિમે આવીને સમાજના લોકોની વાત સાંભળ્યા વિના જ બસ અમે બાવળ કાપીસુ જ એમ કહેવા લાગ્યા હતા.
વણકર સમાજની લડત માત્ર આ વૃક્ષો બચાવવા માટે ની જ છે.જેના સંદર્ભે આજે તા ૧૯-૧૨-૨૦૨૨ ના રોજ આર.એ.સી કલેક્ટર એન.આર ધાંધલ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ધાંધલ સાહેબે સમાજની લાગણી ને સમજી ને વૃક્ષો બચાવવા નો વિશ્વાસ આપ્યો હતો..
સામાજિક અગ્રણી રાજેન્દ્રભાઇ સુતરીયા તેમજ કનગામના આગેવાન દલપતભાઈ તેમજ વણકર સમાજના તમામ રહીશો રજૂઆત કરવા ભરૂચ કલેક્ટર કચેરીએ હાજર રહ્યા હતા.