ખેતરમાં ગાંજાની વાવણી કરવી કે જેનું સેવન કરવું વેચાણ કરવું મોટો ગુનો બને છે તાજેતર માં આવા કેશમાં રાજપીપળાની એડી.ડિસ્ટિક એન્ડ સેસન્સ કોર્ટે ગાંજાની વાવણી કરનાર ને 10 વર્ષની કેદ અને 50 હજાર દંડ ફટકારતા ફાફળાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલેલ એન.ડી.પી.એસ. કેસ માં ડેડીયાપાડા ના મંડાળા ગામના ટેકરા ફળીયા માં રહેતા કાંતી સોનજી વસાવા પોતાના કબજા ભોગવટાના મંડાળા ગામની સીમમાં મહુડી વાળા ખેતરમાં વેચાણ કરવાના આશયથી ગાંજાનું વાવેતર કર્યું હતું. જે બાબત ની નર્મદા પોલીસ ને ખબર પડતા પોલીસે તપાસ કરી ત્યારે જ્યાથી 4,520 નંગ ગાંજાના છોડ જેનું વજન 71.960 ગ્રામ હતું અને જેની કિમંત 15,880 રૂપિયા જેટલી થતી હતી.
આ નશીલા પદાર્થ ગાંજોના તાજા છોડના જથ્થા સાથે પકડાઈ ગયો હતો. અને પોલીસે રાજપીપળાની કોર્ટમાં કેશ દાખલ કર્યો જે કેશ આજે રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ.સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલતા ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહીલ નાઓએ ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ.એકટની કલમ 20(એ) ગુના સબબ તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા અને 50 હજાર નો દંડની સજાનો હુકમ કર્યો છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા