
આમોદ તાલુકાના કાંકરીયા તેમજ માનસંગપુરાની સીમમાં મગર જોવા મળતા પશુપાલકો તેમજ ખેતમજૂરોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
આમોદ તાલુકાના કાંકરીયા તેમજ માનસંગપુરાની વચ્ચે ઇકબાલ અરજીતસિંહ રાણાના ખેતરમાં ગતરોજ સાત ફૂટ લાંબો મગર જોવા મળતા પશુપાલકો તેમજ ખેતમજૂરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.જે બાબતે લોકોએ આમોદના વનવિભાગને ખેતરમાં મગર હોવાની જાણ કરતાં આમોદ વનવિભાગના અધિકારીઓ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે તેમની ટીમ સાથે સ્થર ઉપર પહોચી ખેતરમાં આવી ગયેલા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. ત્યાર બાદ મગરને આમોદ ખાતે લાવી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ