The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News વાગરામાં વિજય સંકલ્પ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી

વાગરામાં વિજય સંકલ્પ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી

0
વાગરામાં વિજય સંકલ્પ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી

વિજય સંકલ્પ હેઠળ ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરાટ ચૂંટણી સભાને સંબોધી કોંગ્રેસ અને અન્ય પક્ષોને આડે હાથે લઈ વિકાસ માટે ફરી વાગરામાં કમળ ખીલવવા અપીલ કરી હતી.

વાગરા એપીએમસી ખાતે વિજય સંકલ્પ ચૂંટણી સભાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી હતી. તેઓએ નર્મદા પરિક્રમાની પવિત્ર ભરૂચ ભૂમિને પ્રણામ કરી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું.કોંગ્રેસીયાઓએ અનેક વર્ષ સુધી ગુજરાતમાં રાજ કર્યું, ગજવા ભરવા સિવાય કંઈ નહીં કર્યું હોવાના આક્ષેપ ગૃહમંત્રીએ કર્યા હતા. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ, એકબીજાના પર્યાય હોવાનું તેમણે ગણાવ્યું હતું.

ભૂતકાળમાં ગમે તેટલા રૂપિયા આવે પણ દરવાજો બની ઉભેલી કોંગ્રેસ પોતાના ઘર ભરતી હોય ગુજરાતનો વિકાસ થવા જ ન દીધો. ભરૂચની ભુમીએ પણ અનેક રમખાણ જોયા છે. 2002 માં ગુજરાતમાં રમખાણ કરવાની હિંમત કરી તેઓને કેવો પાઠ ભણાવાયો કે આજે નરેન્દ્ર મોદી રાજમાં 22 વર્ષથી ગુજરાતને કોંગ્રેસની રમખાણની આગમાંથી બહાર કાઢી વિકાસ તરફ ભાજપ લઈ ગઈ છે.

વધુમાં શાહ વાગરા ખાતે બોલ્યા હતા કે, કોંગ્રેસીયાઓના રાજમાં ગુજરાતમાં પીરઝાદા, લતીફ કેટલાય દાદા હતા આજે આપણા ગુજરાતમાં એક જ દાદા છે અને તે હનુમાન દાદા. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા સાથે સલામત ગુજરાત વિકાસની નવી રાહ કંડારી રહ્યું છે.ચા વાળાને ત્યાં જન્મેલા નરેન્દ્ર મોદી ગરીબોની વેદના બરોબર સમજે છે. કોરોના કાળમાં દેશમાં એકેય ગરીબને ભૂખે મરવા દીધો નથી. દરેકને મફત રસીકરણ કરી તમામની ચિંતા મોદી સરકારે કરી છે. જનજનની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી સીધો પોંહચાડવામાં આવ્યો છે.

વર્ષ 1995 થી 2022 સુધી ગુજરાત અને દેશ માટે નરેન્દ્ર મોદીએ શુ કર્યું તે ગણાવવું હોય તો ડોંગરેજી મહારાજની જેમ ભગવદ સપ્તાહ બેસાડવી પડે. કાશ્મીરમાં પણ કલમ 370 હટાવતા તમામ પક્ષો લોહિની નદીઓ વહેશે તેઓ કાઉ કાઉ કરતા હતા. જોકે આજે ત્રણ વર્ષ થઈ ગયા કાશ્મીરમાં એક કાંકરી ચાળો થયો નથી તેમ ગૃહમંત્રી શાહે ગર્વથી કહ્યું હતું.

રામમંદિર સહિત ભારતના તમામ તીર્થોનું પુનઃ ભવ્ય નિર્માણ મોદીએ કર્યું છે. ગુજરાત સાથે સમગ્ર દેશ આજે આગળ વધી રહ્યો છે. ભરૂચમાં પણ વિકાસની એક બાદ એક ભેટોની હારમાળા સર્જાઈ છે. અને આવનાર સમયમાં હજી પણ ભરૂચમાં એરપોર્ટ સહિત કરોડોના પ્રોજેક્ટો આવી રહ્યા છે. રાહુલબાબાને 2024 ની ટિકિટ બુક કરાવી લેવા પણ અમિત શાહે કહી, ૧ જાન્યુઆરી 2024 માં રામમંદિરનું નિર્માણ થઈ જવાનું એલાન કરી દીધું હતું.તેઓએ ગુજરાતની જનતાનો મત જેણે ગુજરાત બનાવ્યું તેને કહી, આપણો મત કમળ, ભાજપ અને વાગરાના અરૂણસિંહ રણાને આપવા અંતમાં અપીલ કરી હતી.

સભામાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, ખુમાનસિંહ વાસીયા, નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!