
ભરૂચ વિધાનસભા બેઠક માટે ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિરે ભાજપના સ્ટાર પ્રચારક રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રી માટે જનમેદનીને સંબોધી હતી.
ભરૂચમાં યુવા સાંસદ અને રાષ્ટ્રીય યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યાએ સભાને સંબોધતા ગુજરાતમાં અમદાવાદની નીકળતી રથયાત્રાને બુલેટ પ્રુફ સુરક્ષા પ્રદાન કરવાના ત્રણ દાયકા પહેલાં ના દિવસો યાદ કર્યા હતા. જે બાદ મોદીના ગુજરાતમાં રથયાત્રા ઉપર પુષ્પવર્ષા એ જ વિસ્તારોમાંથી થતી હવાનો ગૌરવ વ્યક્ત કર્યો હતો.
આજે દેશમાં ભાજપ અને નરેન્દ્ર મોદીના કારણે કેદારનાથથી લઈ કાશી વિશ્વનાથ અને છેક રામેશ્વરમ સુધી ભારતમાં આધુનિક વિકાસ સાથે આદ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે. ભાજપનો ઉમેદવાર કે કાર્યકર ધારાસભ્ય, સાંસદ કે અન્ય પદ માટે નહીં પણ વિશ્વમાં માં ભારતીને જગદગુરુ બનવવા ચૂંટણી લડતો હોય છે જે તેની વિધારધારા જ ભાજપને પ્રજાના મત થકી જીત અપાવી રહી છે.ભરૂચ વિધાનસભા બેઠક ઉપર આ વખતે રમેશ મિસ્ત્રીને પ્રજા ઐતિહાસિક જીત અપાવનારી હોવાનું અત્યારથી જ નક્કી થઈ ગયું છે.
ભરૂચ વિધાનસભાના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ મોદીનું ગુજરાત અને આજે દેશનો ચિતાર આપી, ભરૂચ પણ ભાજપ સાથે ત્રણ દાયકાથી અડીખમ છે ત્યારે ભાજપની ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નિશ્ચિત હોવાનું કહ્યું હતું.
કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી મહામંત્રી નિરલ પટેલ, પૂર્વમંત્રી ખુમાનસિંહ વાસીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, દિવ્યેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, પ્રકાશભાઇ પટેલ, ફાલ્ગુનીબેન પટેલ સહિત હોદ્દેદારો ને મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી.