
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સોનેરી મહેલ સ્થિત લોખંડી પુરૂષની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા.
સાથે જ મોરબી ઝૂલતા પુલની હોનારતમાં હતભાગી મૃતકો પ્રત્યે કરુણા વ્યક્ત કરી તેમને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. આ દુઃખની ઘડીમાં પીડિત પરિવારો પડખે સંવેદના રજૂ કરાઈ હતી.
સરદાર સાહેબને અંજલિ અને ગુજરાતની મોરબીની કરૂણાતીકામાં દિલસોજી વ્યક્ત કરવામાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, આગેવાનો, કાર્યકરો અને નગર સેવકો જોડાયા હતા.