
ભરૂચ શહેરમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિવિધ પાર્ટીઓમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા રીક્ષા એસોસિયેશન પ્રમુખ આબિદ મિર્ઝા તેમજ પૂર્વં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા ગુજરાત અધ્યક્ષ લિયાકત ખાને AIMIM નો ખેસ ધારણ કર્યો છે.
જેમાં AIMIM ના વૉર્ડ નંબર 10 ના નગર સેવક, સાદેકા બીબી, શહેર યુવા પ્રમુખ જાવેદ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી સાબુદીન ભઠ્ઠી તેમજ AIMIM આગેવાનોની ઉપસ્થિતિમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખ આબીદ મીર્જા તેમજ પૂર્વં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા ગુજરાત અધ્યક્ષ લિયાકત ખાનનું સ્વાગત કરી AIMIM માં આવકાર આપ્યો. જો કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ વિધાનસભા બેઠક પરથી ભરૂચ જિલ્લા રીક્ષા એસોસિએશન પ્રમુખ આબિદ મિર્ઝા પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ નકારી ના શકાય.