ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણુંક કરી છે.ત્યારે ભરૂચ જીલ્લાની ૫ વિધાનસભા બેઠકો પર સેન્સ લેવા આજે નિરીક્ષકો દ્વારા ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે કવાયત શરૂ કરી છે.
વિધાનસભાની ચૂંટણીની તારીખ ગામે ત્યારે ઈલેકશન કમિશન દ્વારા થઈ શકે છે.ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા નીરક્ષકોની નિમણુંક કરવામાં આવતા ભરૂચ જીલ્લામા નિરીક્ષક તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથારની નિમણુંક કરાઈ છે.ત્યારે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભૂપેન્દ્ર ચુડાસમા બપોર પછી આવનાર હોય ત્યારે બાકીના બે ભાજપ નિરીક્ષકોએ સેન્સ લેવાની કામગીરી હાથઘરી હતી.જેના પગલે રાજપૂત છાત્રાલય ખાતે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોના સમર્થકોનો જમાવડો જોવા મળતો હતો.
ભરૂચની પાંચ વિધાનસભાની ચુંટણી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ત્રણ દિવસ ચાલનાર હોવાનું જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જણાવ્યુ હતું કે પ્રથમ દિવસે અંકલેશ્વર અને ભરૂચ બેઠકના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને બાકીના બે દિવસમા જીલ્લાની અન્ય ૩ બેઠકો જંબુસર,વાગરા અને ઝઘડીયા માટે સેન્સ લેવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે. સત્તધારી પક્ષ ભાજપના ઉમેદવારીની ટિકિટ ટકાવી રાખવા અને પક્ષ તરફથી પરિવર્તનના અહેવાલો વચ્ચે ટિકિટ મેળવવા મોટી સંખ્યામાં મુરતિયાઓ મેદાને પડ્યા છે. ભાજપના નિરીક્ષકો દરેક વિધાનસભા વિસ્તારના પદાધિકારીઓ પાસે ફીડબેક લીધો હતો. ભરૂચ જિલ્લાની ભરૂચ અને અંકલેશ્વર માટે સેન્સ પ્રક્રિયા શરૂ હાથ ધરવામાં આવી હતી.બંને બેઠકના ધારાસભ્યો સહીત ૧૪ મુરતીયતાઓએ ટિકિટ મેળવવા તે સક્ષમ હોવાનો દાવો નિરીક્ષકો સમક્ષ કર્યો હતો. અંકલેશ્વરમાં 30 નગરસેવક ઈશ્વર પટેલ માટે સર્વ સંમતિનો પત્ર લઈ નિરીક્ષકો પાસે પહોંચ્યા બાદ મહિલા નગર સેવિકા મનીષા પટેલે નિરીક્ષકો સામે વિચાર બદલ્યો હતો અને ઉમેદવારીનો દાવો કરતા સોપો પડી ગયો હતો.
ભાજપના નિરીક્ષકોના આગમન સાથે વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થશે જેના પગલે રાજકીય વાતાવરણમાં હાલ ગરમાવો જરૂર જોવા મળી રહ્યો છે.